વારંવાર પૂછાતા પ્રશ્નો
અમારી મીઠાઈ, ઓર્ડર અને ડિલિવરી વિશે જાણવા જેવું બધું.
મીઠાઈ, ફ્લેવર અને પેક સાઇઝ પસંદ કરો, પછી "પૂછપરછ કરો" દબાવીને તમારી વિગત મોકલો. 24 કલાકમાં ફોન, WhatsApp કે ઇમેઇલથી ઉપલબ્ધતા, ફાઇનલ કિંમત અને ડિલિવરી કન્ફર્મ કરીશું.
નાનખટાઈ
ઘીથી ભરપૂર, હળવી મીઠી, ભૂકો થઈ મોઢામાં ઓગળી જાય એવી, અને ઘી-એલચીનો સ્પષ્ટ સ્વાદ. પેકેટવાળા બિસ્કિટ જેવી કડક નથી હોતી.
પ્રોટીન બોલ
અમે ખાંડ, ગોળ કે સિરપ ઉમેરતા નથી — મીઠાશ ખજૂરની છે. ખજૂરમાં કુદરતી શર્કરા હોય છે, એટલે ચુસ્ત અર્થમાં "શુગર-ફ્રી" ન કહેવાય.
ખજૂર પાક
અમે ખાંડ કે ગોળ ઉમેરતા નથી. ખજૂર પોતે જ મીઠી છે અને તેમાં કુદરતી શર્કરા હોય છે.
મસાલા પાક
શેકેલા લોટ અને ગોળની મીઠાશ, સાથે સૂંઠ, ગંઠોડા અને મરીની હળવી તીખાશ જે ધીમે-ધીમે અનુભવાય.
અડદિયા પાક
ઘીથી ભરપૂર, દાણાદાર, માવાની મલાઈદાર મીઠાશ અને શિયાળુ મસાલાની હળવી તીખાશ.
હજુ કોઈ પ્રશ્ન છે?
સંપર્ક કરો